Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ થઈ છે. એકજ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ પથ્થરમારામાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, પ્રાથમિક માહિતી પ્રમાણે 2થી 3 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેને લઈને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની પ્રથમિક માહિતી મળી રહી છે. જોકે હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મામલો શાંત પાડ્યો છે. આ ઘટના શા માટે થઈ છે તે વધુ માહિતી પોલીસ દ્વારા જ મળી શકશે. હાલ આ ઘટનાને લઈને કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી.
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Apr 2024 10:09 PM (IST)
Ahmedabad: પ્રાથમિક માહિતી પ્રમાણે 2થી 3 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેને લઈને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની પ્રથમિક માહિતી મળી રહી છે.
ફાઈલ તસવીર