Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ફ્લાવર શૉ 2023’ નો શુભારંભ કરાવ્યો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અહીં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલોમાંથી બનેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, વિવિધ દેવી દેવતાઓ, યોગા,  ફૂટબોલ જેવા આકર્ષક સ્કલ્પચરને મુખ્યમંત્રી બિરદાવ્યા હતા.


ફ્લાવર શોને ખૂલ્લો મુક્યા બાદ ટિકિટનો દર ઘટાડાવા મુખ્યમંત્રીએ સૂચન કર્યુ હતું. એન્ટ્રી માટની ટિકિટ ઘટાડીને 20 રૂપિયા કરવા સીએમે સૂચન કર્યુ હતું. ફ્લાવર શોની મુલાકાત માટે ટિકિટનો દર 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.


કઈ થીમ પર આધારિત છે ફ્લાવર શો


આ વર્ષે ફલાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20ની થીમ ઉપર આધારિત છે. સવારે દસથી રાત્રિના દસ કલાક સુધીનો સમય ફલાવર શો માટે નકકી કરવામા આવ્યો છે. 35 લાખના ખર્ચથી શરૂ કરવામાં આવેવા ફલાવર શો પાછળ આ વર્ષે ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અંદાજે 10 લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેશે.




માસ્ક ફરજીયાત


ફલાવર શોમા આવનારા તમામ લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. વિવિધ કલરની વીસ જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે. ઉપરાંત જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર,મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. ફલાવર શોમાં વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરકઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ,રેનેસ્કયુલસ,લિલિયમ,પીટુનીયા,ડાયન્થસ જેવી જાતોના દસ લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનુ આકર્ષણ બની રહેશે. 


કઈ કઈ જગ્યાએથી મળશે ટિકિટ


ફલાવર શોના મુલાકાતીઓ માટે રીવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર ઉપરાંત અટલબ્રિજની પૂર્વ તરફ તથા એલિસબ્રિજ નીચેના ભાગમા ટિકિટ માટેના કાઉન્ટર રાખવામા આવશે. આ ઉપરાંત શહેરના સાત ઝોનમા આવેલ ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ લોકોને ટિકીટ મળી રહે એ માટેનુ તંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે.