Ahmedabad: અમદાવાદના નારણપુરા સ્થિત જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેશન નજીક આવેલી મોદી આઈ કેર નામની હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત થયા છે. આજે રાત્રે 3 વાગ્યે આગ લાગવાના અહેવાલ છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ઘટનામાં પતિ પત્નીના મોત થયા હોવાની ફાયરવિભાગ પાસે પ્રાથમિક માહિતી
સવારે 3 વાગે લાગેલી આગની માહિતી સવારે 10.30 કલાકે ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. આ ઘટનામાં પતિ પત્નીના મોત થયા હોવાની ફાયરવિભાગ પાસે પ્રાથમિક માહિતી છે. પતિ પત્ની સિક્યોરિટી ગાર્ડ હોવાની પ્રાથમિક માહિતી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા.
કેવી રીતે લાગી આગ
બે લોકો ઉંઘી ગયા હતા ત્યારે શોર્ટ સર્કિટ બાદ ધૂમાડાથી ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા હતા. એફ.એસ.એલ અને પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે.
મૃતકના નામ
- નરેશ પારઘી
- હંસા પારઘી
ગાંધીનગરમાં ફરી દેખાયો દીપડો ? વનવિભાગ થયું દોડતું
પાટનગર ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો હોવાના આશંકા છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત છે. ગઈકાલે મોડી સાંજે પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. જો કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, ગાંધીનગરમાં દીપડો દેખાતા વનતંત્ર દોડતું થયું છ. સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દિપડો દેખાયો હતો.
ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં નવેમ્બર 2018માં વહેલી સવારે દીપડો ધૂસ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જોડાયું છે. સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોઈને પણ સચિવાલયમા્ જવા દેવામાં આવ્યા નહોતા. દીપડાને પગલે સચિવાલયમાં રજાનો માહોલ સર્જાયો હતો. રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દીપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો.
બિહારના છપરા દારૂકાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
બિહારના છપરાના બિહાર ઝેરી દારૂ કેસના માસ્ટરમાઇન્ડની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઘણા દિવસોથી કથિત માસ્ટરમાઇન્ડ રામ બાબુને શોધી રહી હતી. તે બિહારથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં છુપાયો હતો, જ્યાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
છપરામાં દારૂ પીવાથી લગભગ 77 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, દારૂ પીનારા અન્ય ઘણા લોકોની હાલત ઘણા દિવસો સુધી ખરાબ રહી હતી. આ કેસની તપાસમાં લોકો જે દારૂ પીતા હતા તે ઝેરી હોવાનું બહાર આવ્યું હતું. તેની ખરીદી અને વેચાણ ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. સરકાર લોકોના મોતની તપાસ હેઠળ હતી. આ કેસમાં બિહાર પોલીસે રાજ્યના અનેક સ્થળોએથી જ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.
કેમિકલ ઉમેરી દારૂ બનાવવાનો આરોપ
તપાસમાં જાણવા મળ્યું કે રામ બાબુ આ છપરા લટ્ઠાકાંડ દુર્ઘટનાનો માસ્ટરમાઇન્ડ છે. રામ બાબુ પર કેમિકલ ઉમેરીને દારૂ બનાવવાનો આરોપ છે. પોલીસ તેને શોધી રહી હતી. હવે તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.