ગુજરાત વિદ્યાપીઠે મહત્વનો નિર્ણય લીધો હતો. હવે ગુજરાત વિદ્યાપીઠમાં બીકોમ, એમકોમ, બીબીએનો પણ અભ્યાસ કરી શકાશે. ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાપીઠમાં પ્રથમ વખત કોમર્સ ફેકલ્ટીનો વિભાગ શરૂ કરાશે.
આગામી શૈક્ષણિક સત્રથી કોમર્સ ફેકલ્ટીમાં એટલે કે બી.કોમમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી ફેકલ્ટી શરૂ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ વિદ્યાપીઠના સ્નાતક હોવાથી તેમના નામે મણીબેન મહાવિદ્યાલય શરૂ કરીને તેમાં કોમર્સ ફેકલ્ટી ચલાવવામાં આવશે. વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીની શ્રેણીમાં આવતી હોવાથી તેઓ પોતાની અલગ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે. એટલે કે વિદ્યાપીઠમાં બીકોમ કરવા માટે વિદ્યાર્થીઓએ અલગથી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. જેના આધારે પ્રાથમિક તબક્કે 60 વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.
ગુજરાત વિદ્યાપીઠમાં તાજેતરમાં મંડળની બેઠક મળી હતી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાપીઠમાં કોમર્સના અભ્યાસનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠમાં હાલમાં બીસીએ કોર્સ ચાલે છે પરંતુ બી.કોમ કે એમ.કોમ ઉપરાંત બીબીએ જેવા કોર્સ ચાલતા નથી. પહેલી વખત બી.કોમ-એમ.કોમ. કોર્સ શરૂ કરાશે. વિદ્યાપીઠની સ્થાપના 1920માં થયા બાદ હવે 2025માં કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ કરાશે. વિદ્યાપીઠ દ્વારા ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ભાર આપવામાં આવતો હોવાથી સમાજકાર્યને લગતાં અનેક કોર્સ ચલાવવામાં આવે છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સહિતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા