અમદાવાદ:  શહેરમાં કોરોનાના કેસમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે AMCએ કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 1 મેં થી વેપારી અને ફેરિયાઓએ ફરજીયાત માસ્ક પહેરવા પડશે. માસ્ક ન પહેર્યા હોય તો સામાન્ય નાગરિકો કરતા પાંચ ગણો દંડ વસુલ કરવામાં આવશે.


નેહરાએ જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરનારા વેપારી, કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂપિયા 5000, ફેરિયાઓને 2000 રૂપિયા અને સુપર માર્કેટ્સને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દુકાનદારો માસ્ક વિના જોવા મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે. UCD વિભાગ દ્વારા શહેરના શાકભાજી વેચનારાઓ અને ફેરિયાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે.


ઉલ્લખેનીય છે કે, અમદાવાદમાં 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે અને વધુ 19નાં મોત થયા હતા આ સાથે જ અત્યાર સુધી કોરોના કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે.