Covid 19: અમદાવાદમાં નવા 164 કેસ અને 19 મોત, શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2543
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Apr 2020 08:35 PM (IST)
અમદાવાદમાં આજે વધુ નવા 164 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2543 પર પહોંચી છે.
અમદાવાદ : અમદાવાદમાં આજે વધુ નવા 164 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2543 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 19 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 128 લોકોના મોત થયા છે, જ્યારે 241 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 226 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 40 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 434 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 56101 ટેસ્ટ થયા જેમાં 3774 પોઝિટિવ આવ્યા છે.