અમદાવાદઃ શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હનીટ્રેપમાં એક પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.


જે બાબતે તે ક્રાઈમબ્રાન્ચને તપાસ આપવામાં આવી છે. પહેલાથી જ પીઆઈ દ્વારા આખું નાટક રચવામાં આવતું હતું. રાધિકા નામની યુવતી દ્વારા વેપારી અને લોકોને ફસાવવામાં આવતા હતા. મહિલા પીઆઇ ગીતાબેન પઠાણની અટક કરી છે. સમાધાન કરાવીને પોલીસ રૂપિયા પડાવતી હતી. 
 
કુલ ૨૬ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં ૫૦ ટકા પોલીસએ પડાવ્યા છે. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા. હજી અન્ય પોલીસ અધિકારી સામે પણ પુરાવા મળ્યા છે. તેની અમે તપાસ કરી રહ્યા છીએ. ટુંક સમયમાં તે લોકોના પણ ધરપકડ કરી લેવાશે. ૧૫ દિવસથી બે ટીમ ગીતા પઠાણને પકડવા માટે કાર્યરત હતી.  રાજકોટથી તેમની ઘરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. 


હનીટ્રેપ કરતી ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનું સામે આવ્યું છે. મહિલા PI ગીતા પઠાણની  ધરપકડ કરાઈ છે.