અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં 20 વર્ષની યુવતી સાથે તેના પતિના બોસે બળજબરીથી શરીર સુખ માણ્યું હતું. યુવતીને પાડોશી મહિલા પોતાના ઘેર બોલાવી ગઈ હતી અને એ સમયે પતિનો સુપરવાઈઝર હાજર હતો. તેણે યુવતી સાથે ત્રણેક કલાક સુધી બળજબરીપૂર્વક શરીર સુખ માણ્યા પછી યુવતીને બહાર જવા દીધી હતી.


યુવતી બહાર નિકળતાં જ સામે પતિ ઉભો હતો. યુવતીએ તેને બધી વાત કરી હતી પણ સુપરવાઈઝરે તેમને ધમકાવતાં પતિ-પત્નિ વતન જતાં રહ્યાં હતાં. જો કે પતિના મિત્રે મદદ કરતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ‘તારા પતિને નોકરીમાંથી કઢાવી દઈશ’ એવી ધમકી આપીને બળાત્કાર ગુજારનારા મ્યુનિસિપલ કોર્પોરેશનની રાણીપ ડમ્પ સાઈટના સુપરવાઈઝર સામે બળાત્કારની ફરિયાદ નોધી છે. સુપરવાઈઝરે બળાત્કાર ગુજાર્યો એ યુવતી કચરા ગાડી ચલાવતા યુવકની પત્ની છે. વાડજ પોલીસે તપાસ કરતાં આરોપી સુપરવાઈઝર પણ નાસી છૂટયાનું જણાયું છે.


નવા વાડજમાં રહેતી 20 વર્ષની પરિણિતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ રાણીપ ડમ્પથી કચરાની ગાડી ચલાવે છે. સવારે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પશ્ચિમ વિસ્તારમાંથી કચરો લાવીને ડમ્પ યાર્ડમાં ઠાલવવાની કામગીરી મહિલાના પતિ કરે છે.  12 સપ્ટેમ્બરે વહેલી સવારે પતિ કચરાની ગાડી લઈને નીકળ્યા હતા. યુવતી બે વર્ષના બાળક સાથે ઘરે એકલી હતી.


આ સમયે બાજુની ઓરડીમાં રહેતા મહિલા તેમને કામ છે તેમ કહી બોલાવી ગયા હતા. આ મહિલાની ઓરડીમાં સુપરવાઈઝર બેઠેલો હતો. સુપરવાઈઝરે બળતબરી કરતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી. જો કે સુપરવાઈઝરે ‘તારા પતિને નોકરીમાંથી કઢાવી દઈશ’  અને ‘બે વર્ષના પુત્રને મારી નાંખીશ’ તેવી ધમકી આપતાં પરિણીતાએ બૂમાબૂમ બંધ કરી દીધી હતી અને રડવા લાગી હતી. સુપરવાઈઝરે તેની સાતે પરાણે શરીર સુખ માણ્યું હતું અને બે-ત્રણ કલાક પછી રૂમમાંથી બહાર કાઢી હતી. 


યુવતી બહાર આવી ત્યારે પતિ કચરાની ગાડી લઈને આવતાં પરિણિતાએ તેને બધી વાત કરી હતી. પરિણિતા અને તેના પતિ વાત કરવા ગયા ત્યારે સુપરવાઈઝર અને પાડોશી મહિલા તથા અન્ય લોકોએ દંપતિને માર મારીને ભગાડી દીધું હતું. ડરના કારણે દંપતિ પોતાના વતન જતું રહ્યું હતું. દંપતિ કોઈ કામધંધો કરવા ન જતાં સંબંધી યુવકે પૂછતાં પતિએ તેને બધી વાત કરી હતી. સંબંધી યુવકે સાથ-સહકાર આપતાં દંપતિએ અમદાવાદ આવી સુપરવાઈઝરે બળાત્કાર ગુજાર્યા અંગે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.