અમદાવાદ: અમદાવાદ શહેરના પાંચ પીઆઇની બદલી કરાઇ છે . છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક પોલીસસ્ટેશનમાં અનેક જગ્યા પર પીઆઇની પડી રહેલી ખાલી જગ્યા ભરી દેવા માટે સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવતા આ  તમામ પોલીસ ઇન્સપેક્ટરોને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

પાંચમાંથી 4 પીઆઇ સ્પેશિયલ બ્રાંચમાંથી મૂકાયા છે જ્યારે ટ્રાફિક શાખાના પ્લાનિંગ સેલમાંથી એક પીઆઇને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ ઇન્સપેક્ટર પી. વી. જાડેજાએ આરજે કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં તટસ્થ કરતા તેઓને ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિક શાખાના પ્લાનિંગ સેલમાં મૂકી દીધા હતા. ત્યારે પીઆઇ જાડેજાને હવે જે ડીવીઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં મૂકી દેવાયા છે.