અમદાવાદઃ પરણીતાને નોકરી આપવાના બહાને બળાત્કાર ગુજારનાર વેપારી અને મદદ કરનાર એક આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ મહિલાને કેફી પ્રવાહી પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામા સંડોવાયેલ વધુ એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 25 વર્ષિય મહિલાને નોકરી આપવાની લાલચે પેન્સિલના વેપારી પ્રકાશ પટેલ અને તેનો સાગરીત પ્રવિણ ઉર્ફે પલ્લો પરમાર અને અન્ય એક શખ્સે મહિલાને કેફી પ્રવાહી પીવડાવ્યું હતું. બાદમાં પ્રકાશ પટેલે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરતા પોલીસે લોહા ભવન પાસે મલક કોમ્પલેક્ષની પ્રકાશ પટેલની ઓફીસમાં તપાસ કરતા કેટલાક પુરાવા મળી આવ્યા હતા. તો બીજી તરફ વધુ પુરાવા એકઠા કરવા માટે એફએસએલની પણ પોલીસે મદદ લીધી છે. ત્યારે આ ગુનાનો ફરાર આરોપી ક્યારે ઝડપાય છે અને તપાસ દરમિયાન શુ સામે આવે છે તે જોવું રહ્યું.