અમદાવાદ: અમદાવાદ દિવાળીના તહેવારોમાં દિવસોમાં જ અમદાવાદમાં કોર્પોરેશનની ટીમે ખાદ્ય વસ્તુઓ પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના કાળુપુરમાં એએમસીની આરોગ્ય વિભાગની ટીમે કાલુપુરમાં દરોડા પાડ્યા છે અને મીઠાઈ અને માવાના સેંપલ લીધા છે. કોર્પોરેશનની ટીમે કાલુપુર વિસ્તારમાં વિવિધ મીઠાઈ અને ફરસાણના કુલ 14 સ્થળો ચેકિંગ હાથ ધર્યું છે. દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની માગ હોય છે. અને આ દરમિયાન જ કેટલાક તત્વો ભેળસેળ કરતા હોય છે.