અમદાવાદ: અસામાજિક તત્વોના ત્રાસથી યુવતીએ બ્રિજ પરથી પડતું મૂક્યું
abpasmita.in | 23 Oct 2016 09:53 PM (IST)
અમદાવાદ: અમદાવાદના દુધેશ્વર બ્રિઝ પરથી નીચે પડતુ મુકી યુવતીએ આપઘાત કર્યો છે. અસામાજિક તત્વો દ્વારા શારિરિક છેડછાડથી કંડાળી યુવતીએ આપધાત કર્યો હોવાનું માનવામાં આવે છે. અસામાજિક તત્વોના ડરથી યુવતી અને તેના પરિવારને બેઘર થવું પડ્યુ હતું.રખીયાલ પોલીસે યુવતીની ફરીયાદ નોંધવાનો પણ ઈનકાર કર્યો હતો. ન્યાય મેળવવા માટે યુવતીએ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા હતા. પોલીસની આ પ્રકારની વર્તુણુકથી પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો, અને મૃતદેહ સ્વિકારવાનો ઈકનાકર કર્યો છે.