અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવતા શહેરના પોલીસ કમિશ્નરે સલામતીને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં એક મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકો અને યુવાનોને ખુબ જ લોકપ્રિય એવી ચાઈનીઝ લાલટેન અથવા તો તુક્કલના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યા બાદ આને લઇને બાળકોમાં નિરાશા પણ જોવા મળી શકે છે. તેની સાથે વિદેશી ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વિદેશી ફટાકડામાં પણ રોકેટ બોમ્બ અને ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.