અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ ઈબ્રાહીમ સૈયદે એક વીડિયો બહાર પાડીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. સૈયદનો આક્ષેપ છે કે, મારી પુત્રવધુના ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) સાથે શારીરિક સંબંધ છે અને તેના કારણે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સૈયદે અને તેમનાં પત્નિએ વીડિયોમાં આ પરેશાનીના કારણે આત્મહત્યાની (Suicide) ધમકી પણ આપી છે. 


આ વાયરલ વીડિયોમાં (Viral Video) વૃધ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે કે,  મારી પુત્રવધૂના અનૈતિક સબંધ ઈરફાન પઠાણ સાથે છે તેથી અમે હવે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. ઈરફાન પઠાણ પોતાની વગનો ઉપયોગ કરીને અણને પરેશાન કરાવે છે અને તેના કારણે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી.


આ   અંગે અમદાવાદ પોલીસના ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે, આક્ષેપ કરનારા સૈયદની પુત્રવધૂ ઈરફાન પઠાણની સ્વજન છે. તેમના વચ્ચે પારિવારિક ઝઘડો ચાલે છે અને આ યુવતીએ તેનાં સાસરિયા પર દહેજ બદલ અત્યાચારનો કેસ કરેલો છે. આ વીડિયો બાબતે અમે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, આ કેસમાં પોલીસે વીડિયો બનાવનાર વૃધ્ધ દંપતી અને તેમના પુત્રની ધરપકડ કરી છે.


જુહાપુરામાં રહેતા ઇબ્રાહિમભાઈ,  તેમની પત્નીનો તથા તેમના પુત્ર સામે પુત્રવધુએ દહેજ ઉત્પીડનનો કેસ આઈપીસીની કલમ 498 હેઠળ  કર્યો છે. ઇબ્રાહિમભાઈ ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે. તેમની જુહાપુરા રોડ પર તવક્કલ નામથી હોટલ આવેલી છે. તેમના દીકરાનાં લગ્ન ક્રિકેટર ઇરફાન પઠાણની પરિચિત યુવતી સાથે થયા હતા. હવે ઈરફાન સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો બનાવીને ઈબ્રાહિમભાઈએ વાયરલ કર્યો છે.


આ મામલે વેજલપુર પીઆઈ એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, જુહાપુરાના હાજીબાવા પાર્કમાં રહેતા યાસ્મીનબાનુ (ઉં.25) એ 11 માર્ચ 2021ના રોજ પતિ મોહંમદ ઝેદ ઈબ્રાહીમ મિયાં સૈયદ, સસરા ઇબ્રાહીમ મિયાં સૈયદ અને આરીફાબાનુ ઈબ્રાહીમ મિયાં સૈયદ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. તેની સામે ઇબ્રાહીમ અને ઝેદે યાસ્મીનબાનુ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એક અરજીમાં યાસ્મીનબાનુ ઘરમાંથી દાગીના ચોરી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી અરજીમાં તેમને ધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. યાસ્મીનબાનુની ફરિયાદ અને ઝેદ અને ઈબ્રાહીમની અરજીઓની તપાસ ચાલી જ રહી છે ત્યારે બુધવારે ઈબ્રાહીમ અને આરીફાબાનુએ એક વીડિયો વહેતો કર્યો હતો, જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે યાસ્મીનબાનુને ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે આડા સંબંધ છે, જેથી પોલીસ તેમને ધમકાવી રહી છે.  


આસારામની તબિયત વિશે મોટા સમાચાર, કઈ ગંભીર બિમાર થતાં હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ ? 


કોરોનાને કારણે નોકરી ગઈ ? આ રીતે કરી શકો છો કમાણી, જાણો ક્યા છે વિકલ્પ