Ahmedabad: વૃદ્ધ NRI દંપતિની હત્યા ક્યા ચાર જણે કરી ? જાણો પોલીસે કઈ રીતે કરી હત્યારાઓની ઓળખ ?
હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 4 લૂંટારા ઓળખાઇ ગયા છે.
Continues below advertisement

અમદાવાદઃ શહેર પોશ વિસ્તાર થલતેજમાં એનઆરઆઇ પટેલ દંપતીની બે દિવસ પહેલા હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ગુનેગારોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 4 લૂંટારા ઓળખાઇ ગયા છે. પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા, જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.
જોકે હજુ સુધી લૂંટારા પોલીસની પકડમાં આવ્યા નથી, પરંતુ તેમના ફોટા અને જે બાઈક લઈને આવ્યા હતા તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર - લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું છે. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે. પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા.
Continues below advertisement