અમદાવાદઃ આંબાવાડીમાં યુવતીની હત્યાથી ચકચાર, CCTVમાં જોવા મળ્યો શંકાસ્પદ વ્યક્તિ
abpasmita.in | 26 Sep 2019 06:30 AM (IST)
મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી.
અમદાવાદઃ આંબાવાડીના અમૂલ્ય કૉમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમાર (ઉ.વ.27)ની બુધવારે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. મૃતક નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો હતો.