અમદાવાદઃ નારણપુરા સ્થિત અમીકુંજ નામની રહેણાક સ્કીમમાં ભેખડનો ભાગ ધસી પડ્યો.મૂળ દાહોદના બે શ્રમિકોના સ્થળ ઉપર મૃત્યુ થયા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઇમારત બનતા પહેલા જ ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત નિપજ્યા. નારણપુરા સ્થિત સંયમ સર્કલ પાસે બની રહેલા અમીકુંજ નામની રેસિડેન્ટ સ્કીમની દિવાલનું કામ ચાલી રહ્યું હતું.


સવારે 10 કલાકે બંને શ્રમિકો કામ માટે જમીનની આઠ ફૂટ નીચે ઉતર્યા હતા.11 કલાકે ભેખડ ધસી પડવાના કારણે શ્રમિકો દટાયા હતા. આસપાસના સ્થાનિકોએ ફાયરવિભાગને જાણ કરતા ફાયરવિભાગની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરવિભાગને મળેલી માહિતી અનુસાર ધરમ ડેવલપર્સ બિલ્ડરની સ્કીમ હતી.જયસિંગ ડામોર અને પટુ ડામોર નામના બે શ્રમિકો દટાયા હતા, જેમને ફાયરવિભાગ બહાર કાઢે તે પહેલાં જ બંને શ્રમિકોના મોત નિપજ્યા. ફાયરવિભાગની ટીમ દ્વારા બંને શ્રમિકોના દેહ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પણ દેહ હોસ્પિટલ પહોંચે તે પહેલાં બંનેના મોત નિપજ્યા હોવાની માહિતી સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી સામે આવી છે.




માલધારી યુવકની હત્યાના તાર મુંબઈ પહોંચ્યા, 2 મૌલાનાની ભૂમિકા આવી સામે, ગૃહમંત્રી જશે ધંધુકા


અમદાવાદઃ ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડરના તાર હવે મુંબઈ પહોંચ્યા છે. એક મુંબઈ અને એક અમદાવાદના એમ  ૨ મૌલાનાની ભુમિકા સામે આવી છે. ૫ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમા આ વિગત સામે આવી છે. અમદાવાદના એક મૌલવીએ હથીયાર હત્યારાને આપ્યુ હતુ. આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જશે.


ધંધુકા માલધારી યુવાન હત્યા મામલે રાણપુર શહેરમાં હિન્દૂ સમાજ દ્રારા બંધનું એલાન  આપવામાં આવ્યું છે. રાણપુર રહ્યું સજ્જડ બંધ. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. શાંતિ પૂર્ણ રેલી યોજાય તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના ધંધુકા ખાતે જાહેરમાં કરી હત્યાની ઘટના અંગે નવસારીમાં ઘેરાક પ્રત્યાઘાત જોવા મળ્યા. નવસારી હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢી ઘટનાને સખત શબ્દોમાં વખોડી. નવસારી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા નવસારીના માર્ગો પર રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


આ મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસમાં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે  તપાસ થશે. ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડર ની મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસ માં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે  તપાસ થશે.સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.


ધુકામાં કિશન બોડિયા નામના યુવક યુવકની હત્યા કરાઇ  હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધ  આપવામાં આવ્યું હતું. સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ધંધુકામાં થયેલ કિશન બોડિયાની હત્યા મામલે.આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ ધંધુકા પહોચ્યાં હતા અને મૃતકના  સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે મિટિંગ કરી હતી કતેમણે જણાવ્યું હતું કે,  યુવાને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. હત્યાના પગલે અત્યાર સુધીમાં પોલીસે 10 વધુ શકમંદોની ધરપકડ કરી છે.તમામ શકમંદો ની હાલ પૂછપરછ ચાલી રહી છે.