અમદાવાદઃ ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદારને સોંપાય શકે છે. મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ કરવામાં આવી છે. ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. ઑક્ટોબર મહિનામાં ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ છે. ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બે નામ ચર્ચામાં છે.
વંદના પટેલ અને ગીતા પટેલના નામ પર ચર્ચા ચાલી રહી છે. સિનિયર મહિલા આગેવાનને પ્રમુખ પદ સોંપવાનો નિર્ણય થયો છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા. આપમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.
સુરતઃ વિધાનસભાની ચૂંટણી પહેલા 'આપ' અને કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 'આપ' અને કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. ઉમરપાડા તાલુકાના 'આપ' અને કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. પૂર્વ મંત્રી અને ઉમરપાડાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે 600 જેટલા કાર્યકર, હોદ્દેદારોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ કોંગ્રેસના હોદ્દેદારો પૂર્વ મંત્રીના હસ્તે ભાજપમાં જોડાયા હતા.
નોંધનીય છે કે, અગાઉ સુરતના પાટીદાર નેતા મહેશ સવાણી અને ગુજરાતી સિંગર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટીને અલવીદા કહી દીધું હતું. વિજય સુંવાળા આપ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે.
આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે. સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો. ઈસુદાને કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમારા બે વિરો અમારો સાથ છોડ્યો છે અને બંને વિરોનો અમે આભાર માનીએ છીએ કેમ કે આ બંને જ્યાં સુધી અમારી સાથે રહ્યા ત્યાં સુધી તેમમે પૂરી તાકાતથી કામ કર્યું. બંનેએ પોતાનું સંપૂર્ણ યોગદાન પાર્ટીને આપ્યું એ બદલ અમે તેમના આભારી છીએ.