સાઉથ વેસ્ટના વેજલપુરમાં વિનસ પાર્કલેન્ડમાં આર બ્લોકમાં 80 અને વી બ્લોકમાં પણ 80 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ સિવાય વિનસ પાર્કલેન્ડના જી બ્લોકમાં 4, એફ બ્લોકમાં 4, એસ બ્લોકમાં 4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જોધપુરમાં આવેલા સફલ પરિસર 2માં બી બ્લોકનો બીજો ફ્લોર, પાંચમો ફ્લોર, ત્રીજો ફ્લોર, આઇ બ્લોકના 1લો-2જો ફ્લોર, એફ બ્લોકનો પહેલો બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયો છે.
નોર્થ ઝોનમાં આવેલા નરોડા વિસ્તારના પરિમલ એક્ઝોટિકાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયો છે. જેમાં 90 ઘરોમાં રહેતા 365 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ સિવાય મેઘાણીનગરના પ્રતાપનગરને પણ માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂક્યો છે. નોર્થ વેસ્ટ ઝોનમાં ચાંદલોડિયાના ઘનશ્યામ કોમ્પલેક્ષના 130, વસ્ત્રાપુરના કાસા વ્યોમામાં 110 ઘર, માનસી સર્કલ નજીક આવેલા કોણાર્ક ક્રિષ્નામાં 100 ઘર, ચાંદલોડિયાના નિર્માણ કોમ્પલેક્ષના 88 ઘર, કામેશ્વર એલિગેન્સના 60 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.