Ahmedabad: LG હૉસ્પીટલમાં માનવતા મરી પરવારી હોય એવી ઘટના સામે આવી છે, અહીં હૉસ્પીટલમાં કામ કરતા કામદારોની એક વિચિત્ર હરકત સામે આવી છે, એક પ્રસુતાને ડિલીવરી બાદ આ કામદારોએ તેને નિર્વસ્ત્ર કરી દીધી હતી, આ સમગ્ર ઘટના ડિલીવરી બાદ માતા તરફથી કામદારોને બક્ષીસ ના મળવાના કારણે ઘટી હતી. 


માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલી LG હૉસ્પીટલ એક પ્રસુતાની ડિલીવરી કરાવવામાં આવી, ડિલીવરી બાદ હૉસ્પીટલના કામદારોએ પ્રસુતા તરફથી બક્ષીસ ના મળતા કામદારોએ તમામ મર્યાદા વટાવી દીધી અને માત્ર 2 હજારની બક્ષિસ ના મળવાથી પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી દીધી હતી, એટલુ જ નહીં, હૉસ્પીટલ દ્વારા અપાયેલા કપડાં પણ ઉતારી લીધા હતા. જોકે, આ મામલો સામે આવતા જ dymcએ એક્શન લીધી અને કામદારોને કાયમી સસ્પેન્ડ કરી દીધા હતા. આ કામદારો હૉસ્પીટલમાં પ્રસુતાને દીકરો આવે કે દીકરી બક્ષીસ આપવાં દબાણ કરી રહ્યાં હતા.


Ahmedabad: પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ


અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક વખત પાણીજન્ય રોગચાળો વકર્યો છે.  મેં મહિનામાં ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ અને કમળાના 66 કેસ મેં મહિનામાં નોંધાયા છે.  અમદાવાદ જ્યા ઉનાળાની ગરમી સાથે પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાના કેસ પણ વધ્યા છે. અમદાવાદના મધ્યઝોનમાં પ્રદુષિત પાણીના કારણે રોગચાળો વકર્યો જેમાં ગોમતીપુર, લાંભા, રખિયાલ, વસ્ત્રાલ, જમાલપુર ખાડીયા, દરિયાપુર વિસ્તારમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સામે આવી છે.


ગરમીના કારણે ગત સપ્તાહની સરખામણીએ કેસમાં ઘટાડો નોંધાયો છે પણ તેમાં પણ આંકડા ઉપર નજર કરીએ તો 64 કેસ માથાના દુખાવાના અને 429 કેસ તાવ આવવાના કેસ તંત્રને ગરમીને લગતા મળ્યા છે. ચોમાસાનુ આગમન આગામી સમયમાં થનાર છે જેના ભાગરૂપ AMC અંતર્ગત આવતી તમામ કચેરીઓમાં ચકાસણી શરૂ કરવામાં આવશે. વરસાદ અગાઉ ભોંયરૂ,ધાબુ અને મુખ્ય કચેરીઓમાં વરસાદને અનુલક્ષીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. AMC એ પાણીજન્ય રોગચાળાને નાથવા માટે  એક મહિનામાં 3500 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. છેલ્લા ત્રણ માસમાં પ્રતિ માસ 65 થી 70 નમૂના ફેઈલ થયા હોવાની સ્થિતિ છે.


Crime News: અમદાવાદના ચાંદખેડામાં જીમ ટ્રેનરે કરી મહિલાની છેડતી, ન્યૂડ ફોટાની કરતો માંગણી


અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડામાં એક જીમમાં ટ્રેનરે મહિલાની છેડતી કર્યા ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલ પાસે આવેલ સરજુ એરેના કોમ્પલેક્ષમાં આવેલા MAF જીમના ટ્રેનરે મહિલાની છેડતી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. MAF જીમના નિલેશ મહેન્દ્ર ચૌહાણ નામના ટ્રેનર સામે મહિલાની છેડતી કર્યાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવી હતી.


ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી જીમ ટ્રેનર મહિલાને લિફ્ટમાં આવતા જતા અડપલા કરતો હતો. એટલું જ નહી જીમમાં કસરત કરતા સમયે મહિલા સામે વારંવાર જોયા કરતો હતો. તે સિવાય ટ્રેનરે મહિલા પાસે કપડાં વિનાના ફોટાની માંગણી કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.