અમદાવાદઃ પ્રેમીની હત્યા કેસમાં પતિને જેલ હવાલે કરી પ્રેમી સાથે ભાગીને અમદાવાદ આવી ગઈ હતી. જોકે, પ્રેમી યુવતીને પ્રેમીએ તરછોડી દેતા કફોડી હાલતમાં મુકાઈ છે. અત્યારે યુવતીને અમદાવાદના આશ્રય ગૃહમાં આશરો અપાયો છે. પતિએ પત્નીના પ્રેમીનું મર્ડર કરતા તેને જેલમાં ધકેલી દીધો હતો. પત્નીએ જ પોલીસ સમક્ષ સાક્ષી બનીને પતિને જેલમાં ધકેલી દીધો હતો. 
 
આ અંગેની વિગતો એવી છે કે, આંધ્રપ્રદેશમાં રહેતી યુવતીના રીતરિવાજ પ્રમાણે એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી બંને સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન યુવતી પતિના મિત્રના પ્રેમમાં પડી હતી. પતિનો મિત્ર વારંવાર ઘરે આવતો હોવાથી બંને વચ્ચે આકર્ષણ થવા લાગ્યું હતું. 


યુવતી પતિની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી. યુવકની મિત્રની ગેરહાજરીમાં ઘરે અવર-જવર વધતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા થવા લાગી હતી. આ અંગે પતિને ખબર પડતાં તેમણે મિત્રને ઘરે આવતો બંધ કરાવી દીધો હતો. તેમજ પત્નીને પણ આ સંબંધો તોડી નાંખવા જણાવ્યું હતું. જોકે, થોડા સમય પછી ફરીથી બંને પ્રણયફાગ ખેલવા લાગ્યા હતા. એક દિવસ યુવતી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી તે જ સમયે પતિ ઘરે આવી ગયો હતો તેમજ બંનેને કઢંગી હાલતમાં જોઇ ગયો હતો. પત્નીને મિત્ર સાથે રંગરેલિયા માણતા જોઇ ગયેલા પતિએ ઉશ્કેરાઇને મિત્રની ત્યાં જ હત્યા કરી નાંખી હતી. આ બાબતે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો દાખલ થયાં બાદ સબિનાએ જ તેના પતિએ 


આ હત્યા કેસમાં પોલીસે યુવતીનું નિવેદન લીધું હતું. પત્નીએ જ પતિએ હત્યા કરી હોવાની સાક્ષી આપી તેને જેલ હવાલ કરી દીધો હતો. આ પ્રકરણને કારણે યુવક-યુવતીના પરિવારે સંબંધ તોડી નાંખ્યા હતા. તેમજ વહૂને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પછી યુવતી અલગ રહેતી હતી. 


બે મહિના પહેલા યુવતી અન્ય એક યુવકના પ્રેમમાં પડી હતી. તેમજ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતા બંનેએ સાથે રહેવાનું પણ નક્કી કરી લીધું હતું. જોકે, આંધ્રપ્રદેશમાં સાથે રહેવું મુશ્કેલ લાગતા યુવક તેને અમદાવાદ લઈ આવ્યો હતો. 


અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રેમિકાને બેસાડી જમવાનું લઈને આવવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. બીજી તરફ પ્રેમિકા પ્રેમીને રાહ જોતી રહી, પરંતુ પ્રેમી પરત ફર્યો નહોતો અને તેને તરછોડીને જતો રહ્યો હતો. દરમિયાન એકલી બેઠેલી યુવતીને જોઇ એક મહિલા ભિક્ષુક તેની પાસે આવી હતી, જેને યુવતી સમગ્ર વાત કરી હતી. મહિલા ભિક્ષુકે તેને જમાડી પોતાની સાથે રાખવાનું કહ્યું હતું. જોકે, યુવતી મધરાતે રેલવે સ્ટેશનથી નીકળી ગઈ હતી. રસ્તામાં તે થાકી જતાં રોડની સાઇડમાં બેસી ગઈ હતી.


યુવતીને રસ્તા પર એકલી બેઠેલી જોઇ કોઈએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતાં ટીમ તાબડતોબ ત્યાં આવી ગઈ હતી. તેમજ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. અત્યારે યુવતીને અમદાવાદના આશ્રય ગૃહમાં આશરો અપાયો છે.