અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમબ્રાંચે 48 કલાકમાં પરિવારને પીંખનારને ઝડપી પાડ્યો છે. વિરાટનગરમાં પરિવારમાં 4 લોકોની હત્યા કરનારો ઝડપાયો છે. વિનોદ મરાઠીને ગુજરાત બહારથી ઝડપી પડાયો છે. ક્રાઇમબ્રાંચની પુછપરછમાં હત્યાનો ઉકેલાશે ભેદ. ટૂંક સમયમાં ક્રાઇમબ્રાચ પ્રેસ કરીને આપશે માહિતી.
અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. આ હત્યા કેસની તપાસમાં હણ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ હતી. ઘરનો મોભી ફરાર થતા હત્યા તેને કરી હોવાની શક્યતા પોલીસે કરી વ્યક્ત. આરોપી ટેમ્પો ચાલક હતો. આર્થિક સંકડામણ અને ઘર કંકાસને લઈને ઝઘડા થતા હતા.
મૃતકોની યાદી
સોનલ બેન પત્ની
પ્રગતિ બેન છોકરી
ગણેશ ભાઈ છોકરો
સુભદ્રાબેન દાદી
મકાનમાં પતિ પત્ની અને બાળકો સહિત 4 લોકો રહેતા હતા. પોલીસને શંકા છે કે આ હત્યાકાંડને વિનોદે જ અંજામ આપ્યો હોઈ શકે છે. આ હત્યાકાંડ 4 દિવસ પહેલા બન્યો હોવાની માહિતી સામે આવી છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘરમાં તપાસ કરતા વૃદ્ધા, મહિલા અને દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય મૃતદેહો અલગ અલગ રુમમાંથી મળી આવ્યા હતા.