જોકે આ ઝૂંબેશ વચ્ચે અમદાવાદના મેયર બિજલ પટેલને ડેંગ્યુ નહીં પણ વાયરલ ઈન્ફેક્શન થયું છે તેવું જાણવા મળ્યું છે. હાલ તબિયત સારી છે. ચોમાસું સક્રિય થયા પહેલાં જ અમદાવાદમાં રોગચાળો બેકાબૂ બન્યો હતો અને કોર્પોરેશન રોગચાળાને નાથવામાં નિષ્ફળ નિવડ્યું છે.
અમદાવાદમાં એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાથી વાયરલના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને પગલે અમદાવાદના મેયર બિજલ પટેલ વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.