એએમસીની આ કાર્યવાહીના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટથી હાસોલ સર્ક વચ્ચે આવનારી ઝૂંપડપટ્ટીઓને દિવાલ પાછળ સંતાડવામાં આવી રહી છે. ઝૂંપડપટ્ટીઓ સામે દીવાલ બનાવવા મામલે સરકાર અને AMC ની લોકો ટીકા કરી રહ્યા છે.
આ મામલે અમદાવાદના મેયર બિજલ પટેલને સવાલ કરવામાં આવતા તેમણે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ અગાઉ જાપાનના વડાપ્રધાન શિંઝો એબે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અહી આવ્યા ત્યારે આ ઝૂંપડપટ્ટીઓને પડદાથી છૂપાવી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિશ્વાસના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. સાથે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને પણ સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખ લોકો સામેલ થાય તેવી સંભાવના છે.