અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. વિરાટનગરના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર ગીતાબેન પટેલે કોંગ્રેસનો પંજો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની નવેમ્બર, ર૦ર૦માં યોજાનારી ચૂંટણી માટેનાં ચક્રો ગતિમાન થઇ ચૂકયાં છે. તાજેતરમાં રાજ્ય ચૂંટણીપંચ દ્વારા શહેરનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. નવા સીમાંકન મુજબ અમદાવાદના ૪૮ વોર્ડ અને ૧૯ર કોર્પોરેટરની સંખ્યા યથાવત્ રાખવામાં આવી છે.



ર૦૦પથી શહેરમાં ભાજપનું એકધાર્યું શાસન છે. ર૦૧પની ચૂંટણીમાં પણ પ્રજામાં ફેલાયેલી એન્ટીઇન્કમબન્સીથી શાસક પક્ષને નુકસાન થઇ શકે તેમ હતું. જોકે નાગરિકો પાસે અસરકારક વિકલ્પ ન હોઇ ભાજપે સતત ત્રીજી ટર્મ માટે સત્તાનાં સૂત્રો કબજે કર્યાં હતાં. આ વખતે પણ કોંગ્રેસ કોરોના, તૂટેલા રસ્તા, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાનો કેટલા અંશે ફાયદો લઇ શકશે તે મોટો પ્રશ્ન છે.

શહેરની કુલ ૧૯ર બેઠક પૈકી ૯૬ બેઠક મહિના માટે અનામત જાહેર કરાઇ છે. અનુસૂચિત જાતિની ર૦ અનામત બેઠક પૈકી ૧૦ બેઠક મહિલા અનામત, અનુસૂચિત જનજાતિની બે અનામત બેઠક પૈકી એક બેઠક મહિલા અનામત અને પછાત વર્ગની ૧૯ અનામત બેઠક પૈકી ૧૦ મહિલા અનામત જાહેર કરાઇ છે. શહેરમાં કુલ ૧૧૬ અનામત બેઠક અને ૭૬ સામાન્ય બેઠક જાહેર કરાઇ હોઇ આગામી સામાન્ય ચૂંટણીમાં નવા સીમાંકનના પગલે રસપ્રદ ચૂંટણી જંગ ખેલાશે.

IPL 2020: પ્રથમ મેચે રચ્યો ઈતિહાસ, દુનિયાની કોઈપણ રમતમાં નથી બન્યો આ રેકોર્ડ

Coronavirus: PM મોદી આવતીકાલે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા, જાણો વિગત

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ