અમદાવાદ:અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસ યોજના હેઠળ મકાન મેળવીને હપ્તા ન ભરનાર લાભાર્થીઓ સામે લાલ આંખ કરી છે. ડ્રોમાં મકાન મેળવ્યાં બાદ હપ્તા ન ભરતા મનપાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવવામાં આવેલા આ મકાનો ડ્રો કરી તેમને ફાળવવામાં આવે છે. ત્યારે જે પણ મકાનોની ડ્રો કરી અને ફાળવણી કરવામાં આવી છે છતાં પણ ત્રણ હપ્તા નથી ભર્યા અને પઝેશન નથી લીધું તેવા તમામ 5 હજારથી વધુ મકાન માલિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે તમામ મકાન માલિકોને નોટિસ આપી અને પઝેશન લેવા માટે તેમજ હપ્તા ભરવા માટે જાણ કરવામાં આવશે, સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, જે પણ મકાન માલિકને નોટિસ આપ્યા બાદ તેઓ હપ્તા ભરી દેશે તો તેઓની નોટિસ રદ ગણાશે.
Gandhinagar: પશુપાલકોને મળી મોટી ભેટ, દૂધના ભાવમાં કરવામાં આવ્યો 35 રૂપિયાનો વધારો
ગાંધીનગર: દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોને મોટી ભેટ આપી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દૂધ ઉત્પાદક સંઘે દૂધના કિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો વધારો કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. પક્ષ તરફથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ તરફથી સી.આર.પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો હતો. પંકજ દેસાઇએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે. શપથવિધીનો સમય નક્કી કરવા કાલે બપોરે બે વાગ્યે મળવાનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે તે પણ કાલે નક્કી થઇ જશે. ધારાસભ્ય દળના નેતા નક્કી થતા જ મુખ્યમંત્રીનું નામ રાજ્યપાલને કાલે બે વાગ્યે મોકલાશે. મુખ્યમંત્રીનું નામ નક્કી થયા બાદ મુખ્યમંત્રી તરફથી મંત્રીઓના નામની યાદી પણ રાજ્યપાલને મોકલાશે. સૂત્રોના મતે અગાઉની ભૂપેન્દ્ર પટેલ સરકારના 12થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે.
પંકજ દેસાઇએ કહ્યું હતું કે આવતીકાલે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યદળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ રખાશે. ગાંધીનગરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે. રાજ્યપાલને મળીને તેઓ રાજીનામું સોંપશે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિ નહી પરંતુ લાયકાતના આધારે પ્રાધાન્ય અપાશે. શપથવિધિ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી