Ahmedabad Municipal Corporation budget 2025: અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કર્યું છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના બજેટ કરતા ₹3,200 કરોડનો વધારો દર્શાવે છે.


બજેટની મુખ્ય જોગવાઈઓ:



  • શહેરના રોડ: 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે, જ્યારે 108 રોડ ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે.

  • ટ્રાફિક: શહેરમાં 100 નવા ટ્રાફિક જંક્શન બનશે.

  • માર્કેટ: CG રોડ મ્યુનિસિપલ માર્કેટનું રિડેવલપમેન્ટ થશે.

  • વિકાસ: વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદ 2047 બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

  • ગાર્ડન: શહેરમાં નવા 22 ગાર્ડન બનાવવામાં આવશે.

  • સેલની સ્થાપના: AI સેલ અને GIS અને MIS સેલની સ્થાપના થશે.

  • ભદ્ર પ્લાઝા: ભદ્ર પ્લાઝાને ફરીથી રિડેવલપમેન્ટ કરવા ₹10 કરોડનો ખર્ચ કરાશે.

  • હેલ્થ: હેલ્થ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે.

  • ફાયર સ્ટેશન: શહેરમાં 3 નવા ફાયર સ્ટેશન બનશે (લાંભા, રામોલ-હાથીજણ, શાહીબાગ).

  • અર્બન હેલ્થ સેન્ટર: નવા 5 અર્બન હેલ્થ સેન્ટર બનશે.

  • SVP હોસ્પિટલ: SVP હોસ્પિટલ ખાતે સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર શરૂ કરાશે.

  • માળખાગત સુવિધા: માળખાગત સુવિધા માટે ₹1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 53% નો વધારો દર્શાવે છે.

  • રિવરફ્રન્ટ: રિવરફ્રન્ટ ફેઝ 3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધીના વિસ્તારને વિકસાવવા ₹1000 કરોડની ફાળવણી.

  • કાંકરિયા: કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન ખરીદવામાં આવશે, મ્યુઝિકલ ફાઉન્ટેન અને લાઈટ એન્ડ શોનું આધુનિકરણ થશે, અને કિડ સિટીનું આધુનિકરણ થશે.

  • બ્રિજ: ચાર નવા રેલવે બ્રિજ બનાવવાનું આયોજન છે.

  • SHE લોન્જ: મહિલાઓ માટે દરેક વોર્ડમાં SHE લોન્જ બનશે.

  • BRTS: BRTS ફીડર રૂટમાં પિંક રિક્ષા મૂકવાનું આયોજન છે.

  • બ્યુટીફિકેશન: પરિમલ, ઉસ્માનપૂરા અને ઈનકમ ટેક્સ અંડરપાસમાં બ્યુટીફિકેશન કરાશે.

  • ટિકિટ પાસ: ડેઇલી ટિકિટ પાસ મોબાઈલ એપથી મળશે.

  • કડિયા નાકું: આગામી વર્ષમાં અખબારનગર સર્કલ પાસે, વાસણા, ચાંદખેડા સહિતના વિસ્તારમાં કડિયા નાકું બનશે.

  • આવાસ: 15000 નવા સરકારી આવાસ બનાવવામાં આવશે.

  • નવરંગપુરા માર્કેટ: નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટને ₹4 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે.

  • વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: જાસપુર ખાતે 400 MLD નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાશે.

  • ટ્રાફિક જંકશન: શહેરમાં નવા 100 ટ્રાફિક જંકશન બનશે.

  • AMTS: AMTS ની 120 નવી બસો ઉમેરવામાં આવશે.

  • મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ: RTO ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે.

  • UHC: હયાત 95 અર્બન હેલ્થ સેન્ટર સાથે નવા 5 UHC બનાવવામાં આવશે.

  • આઈકોનિક રોડ: હાંસોલથી ઇન્દિરા બ્રિજ બાદ ₹418 કરોડના ખર્ચે સાત આઈકોનિક રોડ બનાવવામાં આવશે.

  • સીટી સ્કવેર ટાવર: ₹470 કરોડના ખર્ચે સિંધુ ભવન ખાતે સીટી સ્કવેર ટાવર ઉભું કરાશે.






આ પણ વાંચો...


પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા