Ahmedabad: રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાઉન્સરોનો કરશે ઉપયોગ. ગુજરાત સ્ટેટ લેગલ સર્વિસીસ ઓથોરિટીએ જાહેર કરેલા 96 જેટલા સ્થળોને કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસ અંગેના હોટસ્પોટ માન્યા છે. આ 96 સ્થળોએ બે શિફ્ટમાં બાઉન્સર કામ કરશે. કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે બનેલી નવી નીતિ પણ કોર્ટના રેકોર્ડ પર મૂકી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી અને આ જનરલ બોર્ડની મંજૂરીથી નીતિનો અમલ થશે તેવી પણ સોગંદનામાંમાં કબૂલાત કરવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસના કારણે થતા મૃત્યુના કિસ્સાઓમાં વળતર માટે નીતિ બનાવવા માટે કોર્પોરેશને રાજ્ય સરકારને વિનંતી કરી હોવાની પણ કબુલાત કરી છે.
નોંધનીય છે કે, શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત નિવારી શકાય, જાહેર આરોગ્ય તથા શહેરીજનોની સુરક્ષા સુઢ કરી શકાય તે માટે હયાત તમામ પ્રશ્નો તથા ભવિષ્યમાં ઉભા થનારા સંભવિત પ્રશ્નોના નિરાકરણ તથા ચુસ્ત અમલીકરણ માટે ઢોર ત્રાસ અંકુશ અને તેના નિયમનના સર્વ આયામોને સમાવેશ કરતી પોલીસી બનાવવાની અત્યંત જરૂરીયાત ઉભી થયેલ છે.
ભાવનગરમાં રખડતા ઢોરે લીધો વધુ એકનો જીવ ગયો
અધેવાડા ગામ પાસે 6 દિવસ પહેલા રખડતા ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત થયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ભાવનગરનો પરિવાર ભડી ગામેથી સ્કૂટર ઉપર પરત આવતો હતો. ત્યારે અધેવાડા નજીક રખડતા ઢોરે અડફેટે લીધા. જેથી કાજલબેન શિયાળ ઈજાગ્રસ્ત થયા. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પરંતુ સારવાર દરમિયાન કાજલબેનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.
Ahmedabad: હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, કોન્ટ્રાક્ટરના ખર્ચે તોડી નવો બનાવાશે
અમદાવાદ: અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશ્નરને સોંપી દીધો છે. બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બ્રિજને તોડવાનો અને નવો બનાવવાનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવો પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજની એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આવ્યો છે. તે મુજબ મૂળ કારણ બ્રિજની ક્વોલિટી નબળી હતી. અમે તમામ ટેસ્ટ કરાવ્યા હતા. હવે ચાર પ્રકારના કામ થશે. કોન્ટ્રાક્ટર અને PMC કંપની બંને સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. બ્રિજના મુખ્ય બે 42 મીટરના સ્પાન તોડવાની ભલામણ હોવાથી સુપર સ્ટ્રકચર તોડવામાં આવશે.