Ahmedabad : અમદાવાદ શહેરમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં મામાએ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈને છાતીના ભાગે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી.
અમદાવાદ સવાર પડેને છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોયછે, ત્યારે વધુ એક બનાવ શહેરના આબાવાડી વિસ્તારમાં સામે આવ્યો. 12 વર્ષની ભાણી સાથે મામાએ શારીરિક અડપલા કર્યા છે. 12 વર્ષની સગીરા એકલી હતી ત્યારે તેના મામાએ ઉપરના મકાનમાં લઇ જઇ કપડા કાઢીને શારીરિક છેડતી કરી હતી.સગીરાના પરિવારજનોને જાણ થતા આરોપીને મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો હતો.
આબાવાડીમાં ફરિયાદી તેમની 6 દીકરી અને 2 દીકરા સાથે રહે છે અને તેમનો 39 વર્ષનો સાળો તેમના જ બ્લોકમાં ઉપરનાં માળે રહે છે. આરોપી સવાર-સાંજ જમવા માટે ફરિયાદીના ઘરે આવતો હતો, જેના કારણે 12 વર્ષની સગીર ભાણી પર નજર બગડી હતી.સગીરા જ્યારે તેના મામાના ઘરે કપડા પડયા હોવાથી લેવા ગયી ત્યારે તેના મામાએ ટીશર્ટ કાઢીને છાતીના ભાગે અડપલા કર્યા હતા.
સગીરાની મોટી બહેન જોઈ જતા બુમાબુમ કરી હતી. જેના કારણે સગીરાના માતા પિતા અને આજુબાજુના લોકોએ ભેગા થઈને આરોપીને મેથીપાક ચખાડ્યો હતો અને એલિસબ્રિજ પોલીસ હવાલે કર્યો છે. આમ સંબધ પર લાંછન લાગવતા કિસ્સા વધી રહયા છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજમાં ક્યારે અટકશે તે યક્ષ પ્રશ્ન છે.
નિકોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા વેપારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. પરંતુ વેપારીની હત્યા વ્યાજખોરોએ ન કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વેપારીની હત્યા કરનાર અને આરોપીને છુપાવનાર સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સામે આવ્યું કે હત્યા માત્ર એકબીજાની સામે કેમ જોવે છે. તેવી સામાન્ય બાબત પર થઈ હતી.
નિકોલ પોલીસે આ ઘટનાના આરોપીઓ રજ્જુ ઉર્ફે રાજુ ગૌડ અને હિતેશ પુનમચંદને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી મૃતક વેપારી અમિત શાહની દુકાન પાસે ફર્નિચરનું કામ કરતા હતા અને હત્યાના દિવસે એટલે કે 10 તારીખે વેપારી અમિત શાહ દુકાનની બહાર રેલિંગ પર બેઠા હતા.તે સમયે આરોપીની સામે કેમ જોઈ રહ્યા છો. તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થતા આરોપી રાજુએ મૃતક વેપારીને તમાચો મારી નીચે ફેંકી દીધો હતો. સારવાર દરમિયાન વેપારીનું મૃત્યુ થતાં હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.