Ahmedabad : અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક શખ્સ નકલી એર ટિકીટને આધારે વિદેશ જતા ઝડપાયો છે. 
અત્યાર સુધી ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે લોકો પકડાતા હતા પરંતુ હવે તો ડુપ્લિકેટ ટીકીટ સાથે પણ લોકો પકડવા લાગ્યા છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના પોલીસ સ્ટેશનમાં આવા જ એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.


લેપટોપમાં બનાવી નકલી ટિકીટ, CISFના હાથે ઝડપાયો 
મૂળ બોડેલી તાલુકાનો રહેવાસી ક્રિષ્ના વિજય પટેલ આજે એરપોર્ટ પોલીસની ગિરફતમાં આવી ગયો છે. આ શખ્સે  દોહા જવા માટેની ફ્લાઇટની ડુપ્લિકેટ ટીકીટ પોતાના લેપટોપમાં બનાવી હતી અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કતાર એરલાઇન્સની ટીકીટ વિન્ડો ખાતે ટીકીટ બતાવી હતી. 


કતાર એરલાઇન્સના કર્મીઓને ટીકીટ ડુપ્લીકેટ હોવાનુ જણાઈ આવ્યું હતું જેથી ક્રિષ્ના પટેલ નામના શખ્સને CISF ના હવાલે કર્યો હતો અને CISF એ આ વ્યક્તિને એરપોર્ટ પોલીસને સોંપી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.


જેલના સળિયા ગણવાનો વારો આવ્યો 
સામન્ય રિતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોટા ભાગે કબૂતરબાજી અને પ્રોહીબિશનના કેસો વધુ જોવા મળતા હોય છે અને સમયાંતરે આવા કેસના આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ આજે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ શખ્સે ડુપ્લિકેટ ટીકીટ બનાવી હતી અને વિદેશ જવા માટેનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આ પ્રયાસમાં આરોપી ક્રિષ્ના પકડાઈ જતા આજે તેને જેલના સળિયા ગણવાનો વખત આવી ગયો છે.


દોહા થઈને અમેરિકા જવાનો પ્લાન હતો 
અમેરિકા જવાની ઘેલછામાં યુવાનો કાયદાનો ભંગ કરી રહ્યા છે,કેટલાક વ્યક્તિઓ ખોટા વિઝા પર જતાં હોય છે અને આજે ક્રિષ્ના પટેલ નામનો વ્યક્તિએ પણ આવું જ કંઈક કર્યું જેમાં ક્રિષ્ના પટેલે પોતાના લેપટોપમાં દોહા જવા માટેની ડુપ્લીકેટ ટીકીટ બનાવી હતી અને દોહા થઈને ભવિષ્યમાં અમેરિકા જવાના સપના સેવી રહ્યો હતો પરંતુ હવે આ યુવાનના સપનાં જેલના સળિયા પાછળ અટકાઈ જશે.


આ પણ વાંચો : 


Gujarat Assembly elections: વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન


AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત