Harni Lake Kand News: ગુજરાતમાં 10 દિવસ પહેલા થયેલી વડોદરામાં મોટી દૂર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બૉટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓનું ડુબી જવાથી મોત થયુ હતુ, આના પડધા છેક દિલ્લી સુધી પહોંચ્યા હતા. આમાં 18થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ ઘટનાને લઇને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી - ડીઇઓ કચેરી મારફતે જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામા આવ્યા છે, તમામ સ્કૂલોને સૂચના અપાઇ છે કે, હવેથી લોકલ પ્રવાસ માટે પણ મંજૂરી લેવાની રહેશે, જોકે, આવી મંજૂરીની બાબત પહેલાથી જ છે, હવે તેને રિમાન્ડ કરાવવામાં આવી છે.


ગુજરાતમાં ઘટેલી ચકચારી હરણી તળાવ ચકચારી દૂર્ઘટનાને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જવા બાબતે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે. વડોદરા બૉટ દૂર્ઘટના બાબતે અમદાવાદ DEO કચેરી મારફતે તમામ શાળાઓને સૂચના અપાઇ છે. પ્રવાસ બાબતે શરતો અંગે માર્ગદર્શિકા - સૂચના બાબતે ફરીથી વાકેફ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવ્યુ છે કે, ડીસ્ટ્રીક્ટ એજ્યૂકેશન ઓફિસર તરફથી કહેવામાં આવ્યુ છે કે, લૉકલ પ્રવાસની પણ હવે મંજૂરી લેવાની રહેશે. પ્રવાસ બાબતે શાળાઓને ગંભીરતા દાખવવા સૂચના આપવામાં આવી છે. જે શરતો અને નિયમો હોય તેનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. રાત્રિ દરમિયાન પ્રવાસ ના કરવામાં આવે, એટલુ જ નહીં પ્રવાસ દરમિયાન સલામતી પ્રાથમિકતાનું ધ્યાન રાખવામાં આવે. 


હરણી તળાવ દૂર્ઘટના ચકચારી કેસમાં મુખ્ય આરોપી  બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે પહેલાથી જ વડોદરા શહેર મ્યૂનિસિપલ કમિશશનરે તપાસના આદેશ આપ્યા હતા. લાયસન્સ કે પરવાના ના હોય તે તમામ ઝૉનને તાત્કાલિક અસરથી બંધ કરવા પણ આદેશ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી રાજ્ય સરકારે એક પછી એક એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. હાલમાં પોલીસે પણ આ મામલે કેટલાક શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.