Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકાએ આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે, અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશને શહેરની 13 સ્કૂલને સીલ કરી દીધી છે. આ તમામ સ્કૂલોને એએમસીએ BU પરમીશન અને ડૉક્યૂનેન્ટ્સ રજૂ કરવા સૂચના આપી હતી, પરંતુ તે પુરુ ના કરતાં મહાનગર પાલિકાએ તમામને સીલ કરી દીધી છે.
અમદાવાદમાં મહાનગર પાલિકાએ BU પરમીશનને લઇને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શહેરની 13 સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી. આ તમામ સ્કૂલોને મહાનગર પાલિકાએ BU પરમીશન અને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા સૂચના આપી હતી. સ્કૂલોએ મનપાને આ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહોતા. જેથી સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. જ્યાં બીયુ પરમીશન નહીં હોવાનું જણાતા સીલ કરવાની કામગીરી કરાઈ હતી. અમદાવાદ શહેરમાં મનપાએ સરખેજ, મકરબા, જુહાપુરા, બોપલમાં આવેલી બીયુ પરમીશન વિના ચાલતી 13 જેટલી સ્કૂલો સામે કાર્યવાહી કરી છે.બોપલમાં કિડઝી-પ્રી સ્કૂલ અને યુરો કિડ્સ સ્કૂલ, એન્સીઅન્ટ સ્પ્રાઉટ અને કેનકિડ્સ સ્કૂલ, જુહાપુરામાં ન્યુ એજ અને બચપન પ્લે સ્કૂલ, નેશનલ સ્કૂલ અને એ-આઝમ સ્કૂલ, સરખેજમાં ગુલશન-એ-મહેર સ્કૂલને મનપાએ બીયુ પરમીશન નહીં હોવાથી સીલ મારી દીધું છે.
અમદાવાદ: નકલી પોલીસ બની ચીટિંગ કરનારો ગઠિયો ઝડપાયો
અમદાવાદમાં નકલી પોલીસના ત્રાસથી હવે વેપારીઓ પણ નથી સુરક્ષિત. હાલમાં જ શહેરના વટવામાં નકલી પોલીસ બનીને વેપારી પાસેથી સોનાના દાગીના હડપી લેનારા ગઠીયાને પોલીસે દબોચી લીધો છે. માહિતી પ્રમાણે, વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વટવા વિસ્તારમાં એક સોનાના વેપારી જ્વેલર્સ જયસિંહ કુશવાહ પાસેથી ગઠીયાએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી, અને ત્યાંથી 53 હજાર રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં સોનાની વીંટી અને સોનાની બુટ્ટી સામેલ હતી. આરોપી ગઠીયાનું નામ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજા છે, જેને વેપારીને 53 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયા બાદ વેપારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતાં નકલી પોલીસ ગઠીયો એટલે કે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજાના કાંડનો પર્દાફાશ થયો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.