Ahmedabad News: કેન્દ્ર સરકારે ગુજરાતને હળહળતો અન્યાય કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ગુજરાતને ૧૦ થી વધુ યોજનાઓમાં એક પણ રૂપિયો ફાળવ્યો નથી. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપતાં જણાવ્યું, ડબલ એન્જીનના ગાણાં ગાતી ભાજપા સરકારની ગુજરાતને થપ્પડ મારી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના જવાબમાં અન્યાય થયો હોવાનું સ્પષ્ટ થયું છે. એસસી, એસટી,ઓબીસી સમાજના ઉથ્થાનની યોજનાઓમાં બજેટ ફળવાતું નથી.


વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ કરોડની જોગવાઇ સામે માત્ર ૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૧૦ જેટલી યોજનાના માટે એક પણ રૂપિયાની ફાળવણી નથી કરાઇ. વિચરતી વિમુક્ત જ્ઞાતીના કલ્યાણ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૦ કરોડની જોગવાઇ કરાઈ હતી. જે પૈકી ૧ ટકા થી પણ ઓછી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.  વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૮ કરોડની જોગવાઇ સામે માત્ર ૨.૩ કરોડનો ખર્ચ કર્યો. ભીક્ષુકોના પુનઃવસન માટે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦ કરોડ અને ૨૦૨૨-૨૩માં ૧૫ કરોડની જોગવાઇની સામે એક ટકાથી પણ ઓછી રકમનો ખર્ચ કરાયો. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ જે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને ઓબીસી સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે જરૂરી છે ત્યારે 'મોસાળે મા પીરસનારી હોય' તેમ છતાં ગુજરાતને યોજનાઓમાં એક પણ રૂપિયો ન આપીને કરવામાં અન્યાય કરવામાં આવ્યો છે તેમ કહ્યું હતું.


આ યોજનામાં એક પણ રૂપિયો વપરાયો નથી

• અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના મેરિટમાં સુધારો થાય તેમની યોજના
• ક્રેડિટ ગેરંટી યોજના
• પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન હિતગ્રહી યોજના
• સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ અલ્કોલીસ્મ એન્ડ ડ્રગ્સ અબ્યુસ
• રીસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન
• ઇનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર સીનીયર સિટીજન.
• નેશનલ સર્વે ઓન ડ્રગ્સ અબ્યુસ.
• ઇનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર રીહાબીલીટેશન ઓફ બેગર (ભિખારીનાં પુનઃવસનની યોજના)
• રાષ્ટ્રીય વયોશ્રી યોજના
• વિશ્વાસ યોજના