Ahmedabad : અમદાવાદમાં હવે સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો શિક્ષણથી વંચિત નહિ રહે. રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા 136 બાળકોને AMCની સિગ્નલ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલમાં 136 બાળકોનો પ્રવેશ કરાવ્યો.
ગુજરાતમાં શરૂ થશે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ?
ગુજરાત હાઇકોર્ટ અને AMCના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી સિગ્નલ સ્કૂલના ઉપક્રમે 136 બાળકોને અપાયો AMC ની શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સિગ્નલ સ્કૂલ જેવા અલગ અલગ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ કરવાનો આડકતરો ઈશારો કરવામાં આવ્યો.
ત્રણ મહિના અગાઉ શરૂ કરવામાં આવી સિગ્નલ સ્કૂલ
ત્રણ મહિના અગાઉ શરૂ કરવામાં આવેલી સિગ્નલ સ્કૂલનો મુખ્ય હેતુ હતો ભિક્ષુક બાળકોને અભ્યાસ માટે ખાસ બસ શરૂ કરવી જે શહેરના અલગ અલગ સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકોને શિક્ષા પૂરી પાડે.હાલ શહેરમાં 10 સિગ્નલ સ્કૂલ શરૂ છે.જે જરૂરિયાત અનુસાર આગામી દિવસોમાં વધારવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો સિવાય પણ 101 નવા વિદ્યાર્થીઓને AMCની સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.
મેમનગરમાં સીએમના હસ્તે અનુપમ 'સ્માર્ટ' સ્કૂલનું લોકાર્પણ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અનુપમ 'સ્માર્ટ' સ્કુલનું લોકાર્પણ કર્યું. આ અવસરે મુખ્યપ્રધાને બાળકોની સાથે બેસીને શૈક્ષણિક પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું. બાળકોને જોયફુલ લર્નિંગનો અનુભવ આપવા અહીં કલરફુલ બેઠક વ્યવસ્થા, સુંદર ચિત્રકામ, રમતગમતની વ્યવસ્થા સહિતની સુવિધાઓ છે.
41,000 થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા : મુખ્યપ્રધાન
આ અવસરે મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી શાળાઓમાં મળી રહેલ આધુનિક સુવિધા અને ગુણવત્તાસભર શિક્ષણને કારણે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં અમદાવાદમાં 41,000 થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI