અમદાવાદઃ અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ શહેરમાં સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી બસોના પ્રવેશ પર રોક રહેશે. ગુજરાત હાઇકોર્ટે પોલીસ કમિશનરનું જાહેરનામાને લીલીઝંડી આપી હતી.
અમદાવાદમાં સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ટ્રાવેલ્સને પ્રવેશ મળશે નહીં. હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસ કમિશનરનું જાહેરનામું કાયદાથી વિપરીત નથી. પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં સવારના આઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં આપવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેર નામાને હાઇકોર્ટે લીલીઝંડી આપી હતી. શહેરી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રાજ્યભરમાં કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરી છે. અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. જ્યારે 9 મહિના દરમિયાન 2 હજાર 883 મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા હતા. આ તરફ રાજકોટ ડિવીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 32 કટકીબાજ કંડકટર ઝડપાયા છે. કટકીબાજ કંડકટરો મુસાફરો પાસેથી ટિકિટના રૂપિયા લઈ લેતા હતા પણ ટિકિટ આપતા ન હતા. આવા કટકીબાજ કંડકટરો સામે એસટી વિભાગ તરફથી પેનલ્ટી, ઈન્ક્રીમેન્ટ અટકાવવા સહિતના પગલા લેવામાં આવ્યા હતાં.