Ahmedabad News: અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ગુનેગારોને પોલીસ કે કાયદાની બીક ન હોય તેમ બેફામ બની રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં રામબાગ નજીક એક વ્યક્તિએ રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેણે બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. મણિનગર પોલીસે લોકેન્દ્રસિંહ શેખાવત નામના વ્યક્તિની અટકાયત કરી હતી. લોકેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનથી આવ્યો છે. હાલ પોલીસે ફાયરિંગ બાબતે પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદના મણિનગર જેવા ભરચક વિસ્તારમાં પોલીસને ચેલેનજ આપવા જેવી ઘટના બની.મણિનગર પોલીસ સ્ટેશનની માત્ર 500 મીટર દૂર આવેલા ચાર રસ્તા ઉપર સાંજના સમયે એક વ્યક્તિ રિવોલ્વર લઈને નીકળ્યો હોવાની માહિતી સ્થાનિકોએ આપી.મણિનગર પોલીસ સ્ટેશન નજીક આવેલી વૃંદાવન જવેલર્સમાંથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને પસાર થતા જોયા બાદ ટોળાએ પોલીસને જાણ કરી હતી.ABP અસ્મિતાએ પ્રત્યક્ષદર્શી સાથે વાતચીત કરતા તમામ વિગત તેમણે કેમેરા સામે કબૂલ કરી હતી.
પોલીસે આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપી આર્મીમાં કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો.અને પોતાના ઉપર દેવું વધી જતાં લૂંટ નો પ્રયાસ કર્યો હતો.મૂળ રાજસ્થાનના જયપુરના અને હાલ જમ્મુ કશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા લોકેન્દ્ર શેખાવત સોમવારે જયપુરથી અમદાવાદ પહોચ્યા હતા અને સોમવારે મોડી સાંજે મણિનગર વિસ્તારમાં ફરતા ફરતા વૃંદાવન જવેલર્સ નજીક લૂંટના ઇરાદે પહોચ્યા હતા.જે બાદ જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટી જનતાને ધમકાવવા રિવોલ્વર લઈને નીકળ્યા હોવાથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 9 હથિયાર સાથે 2 શખ્સોની ધરપકડ કરી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાંથી પકડાયેલા આરોપી રફીક અહેમદની પૂછપરછ દરમ્યાન ખુલાસો થયો કે યુપીથી હથિયાર લાવતા હતા. હથિયારો અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વેચવાના હતા પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા.
હથિયારોને અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાનો હતો ઈરાદો
ધરપકડ કરાયેલ આરોપી અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ અને રફીક અહેમદ ઉર્ફે તીલ્લી શેખ, જેઓ અમદાવાદમાં રહીને ગેરકાયદેસર રીતે હથિયારો હેરાફેરી કરવાના હતા. એક વર્ષથી આ જ ઉત્તર પ્રદેશથી હથિયારોને લાવી અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદાને પાર પાડવા જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પાસેથી 9 જેટલા હથિયારો અને 19 કારતુસ અને 2 મેગેઝીન કબ્જે કર્યા છે.
આરોપીનો છે ગુનાહિત ઈતિહાસ
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ગત 11 ઓગસ્ટના રોજ આરોપી આરીફ ખાન પઠાણની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા વધુ હથિયારો મળી આવ્યા હતા. પકડાયેલ આરોપી રફીક એમજ ઉર્ફે દિલ્હી અને અસલમખાન પઠાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પૈકી રફીક એમ જ 1999 માં હત્યાના ગુનામાં પકડાયેલ જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ લૂંટ અને ખૂનના ગુનામાં પણ અગાઉ પકડાઈ ચૂક્યો છે જ્યારે અસલમ ઉર્ફે નવા પઠાણ શાહપુર વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયેલો આરોપી છે. જોકે હવે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવતા આ અત્યારના જથ્થા કેટલા સમયથી મંગાવવામાં આવતા હતા અને અગાઉ કોને કોને હથિયાર વેચવામાં આવે છે તે અંગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ
એમ.એસ. યુનિવર્સિટીમાં ઝડપાઈ દારૂની મહેફિલ, 2 દિવસ પહેલા જ હોસ્ટેલમાં વિદ્યાર્થી આવ્યા હતા રહેવા