Ahmedabad News: રાજ્યમાં વધુ એકવાર મોતિયાના દર્દીઓને સારવાર દરમિયાન અંધાપો આવ્યા હોવાનું સામે આવ્યુ છે. હાલમા મળતી માહિતી પ્રમાણે, વિરમગામની શ્રી રામાનંદ આંખની હૉસ્પીટલમાં 17 જેટલા દર્દીઓએને આંખના ઓપરેશન બાદ આંખોની રોશની ગુમાવી હોવાનું સામે આવ્યુ છે, મોટાભાગના દર્દીઓને આંખમાં આડઅસર થઇ છે, જે પછી દર્દીઓને અમદાવાદમાં રિફર કરવામાં આવ્યા છે.


હાલમાં જ માહિતી મળી છે કે, વિરમગામના માંડલમાં આંખના દર્દીઓને ઓપરેશન બાદ આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે. વિરમગામની શ્રી રામાનંદ આંખની હૉસ્પીટલમાં બેદરકારી સામે આવી છે. ખરેખરમાં, વિરમગામની શ્રી રામાનંદ હૉસ્પીટલમાં આંખના દર્દીઓએ મોતિયાના ઓપરેશન કરાવ્યા બાદ 17 થી વધુ દર્દીઓને આડઅસર થઇ છે. આ તમામ દર્દીઓને દેખાતું બંધ થઇ ગયુ હોવાની ફરિયાદ ઉઠી છે. શ્રી રામાનંદ આંખની હૉસ્પીટલમાં આ દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન થયા હતા.


માંડલમાં આવેલી શ્રી રામાનંદ ટ્રસ્ટની હૉસ્પીટલમાં સારવાર કરાવ્યા બાદ આ તમામ દર્દીઓની આંખની રોશનીને અસર થઇ હતી. હાલમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ સિવિલ ખાતે આંખની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામા આવી છે. તબીબોના મત અનુસાર મોતિયાના ઓપરેશન કરાવ્યા બાદ નાંખવામાં આવતા ટીપાંના કારણે આંખની રોશનીને અસર થઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. 5 દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે. ગત મોડી સાંજે 5 થી 8 ના સમયગાળામાં દર્દીઓને દાખલ કરાયા હતા. 


40 વર્ષની ઉંમર પછી રેગ્યુલર કરાવો આંખોનું ચેકઅપ, આ રોગના કારણે આવી શકે છે અંધાપો


40 વર્ષની ઉંમર પછી આંખોની રોશની ઓછી થવા લાગે છે. આવું આપણે નથી કહી રહ્યા, પરંતુ ઉંમરની સાથે બધું બદલાઈ જાય છે, તેથી આંખો વિશે પણ ઘણી વાર આવું કહેવામાં આવે છે. જો તમે તમારો આહાર અને જીવનશૈલી સારી રાખશો તો તમારી આંખો સ્વસ્થ રહેશે. આવી સ્થિતિમાં, ડોકટરો વારંવાર સલાહ આપે છે કે 40 વર્ષની ઉંમર પછી, નિયમિતપણે આંખનું ચેકઅપ કરાવતા રહો. કારણ કે વધતી ઉંમર સાથે, રોગ ઘણીવાર વ્યક્તિને તેનો શિકાર બનાવે છે, તે છે ગ્લુકોમા એટલે કે મોતિયા. જો મોતિયાનો રોગ સમયસર મળી આવે તો તમે તેનાથી બચી શકો છો. ગ્લુકોમા વધવાથી આંખો પર દબાણ વધે છે અને આંખોની ઓપ્ટિક નર્વ બગડવા લાગે છે. જેના કારણે વ્યક્તિ અંધ પણ બની શકે છે. એક વખત ગ્લુકોમાને કારણે આંખોની રોશની ગુમાવી દીધા પછી તે પાછી મેળવી શકાતી નથી.


ગ્લુકોમા વધવાના કારણો


ગ્લુકોમામાં વધારો થવાને કારણે ગંભીર માથાનો દુખાવો, આંખોમાં લાલાશ, ખંજવાળ, અસ્પષ્ટ દ્રષ્ટિ એ ગ્લુકોમાના લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને બીપી અને ડાયાબિટીસના દર્દીઓને આ રોગ ઝડપથી પકડે છે.


ગ્લુકોમાના પ્રકાર


ઓપન એંગલ ગ્લુકોમા


આમાં આંખોની આસપાસ પાણી ફરતું રહે છે. તેમજ આંખોમાંથી સતત પાણી નીકળતું રહે છે. જેના કારણે આંખો પર અસર થાય છે. અને જોવાની શક્તિ ઝાંખી થવા લાગે છે. આ પ્રકારના ગ્લુકોમામાં ટ્રેબેક્યુલર નર્વમાં સમસ્યા હોય છે.આ આનુવંશિક કારણ હોઈ શકે છે. આ રોગ ગર્ભાવસ્થા દરમિયાન પણ થઈ શકે છે.


એંગલ ક્લોઝર ગ્લુકોમા


આ પ્રકારના ગ્લુકોમામાં આંખોની લાલાશ અને દુખાવો થાય છે. આવામાં આંખોમાંથી પાણી નીકળવા લાગે છે.


ગ્લુકોમાના કારણો


આમાં આંખોની રોશની ઝાંખી થવા લાગે છે.


બીપી અને ડાયાબિટીસના દર્દીઓ વધતી ઉંમર સાથે આ રોગનો ભોગ બની શકે છે. તેના પ્રારંભિક લક્ષણોમાં આંખો અને કપાળમાં તીવ્ર દુખાવો, આંખો લાલ થવી, બેચેની, ઉલટી થવી, ઉબકા આવવા વગેરે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.