Ahmedabad : અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હવે સ્વાઈન ફલૂની એન્ટ્રી થઇ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં બે દર્દી  સ્વાઇન ફ્લુ પોઝીટીવ  આવ્યા છે. બંને દર્દીને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. 


બંને દર્દીની હાલત અતિ ગંભીર 
નારણપુરા અને સરખેજના એક એક વ્યક્તિ સ્વાઇન ફ્લૂ પોઝીટીવ આવ્યાં છે. એક દર્દી વેન્ટિલેટર પર જ્યારે અન્ય એક બાયપેપ પર સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. સ્વાઇન ફ્લૂના આ બનેં દર્દીની હાલત અતિગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


સોલા સિવિલમાં  સ્વાઇન ફ્લૂનો સ્પેશિયલ વોર્ડ
સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો સ્પેશિયલ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂનો સ્પેશિયલ વોર્ડવોર્ડ ઊભો કરી બન્ને દર્દીની સારવાર શરૂ કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં 80 બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સાથે 36 વેન્ટિલેટર બેડ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. 


દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી
બોટાદ જિલ્લામાં થયેલા કેમિકલ કાંડ બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે અને અનેક વિસ્તારોમાં રેડ પાડી દેશી દારૂના અડ્ડાઓનો નાશ કરી રહી છે. પોલીસની રેડ દરમિયાન મોટી માત્રમાં દેશી દારુ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક બુટલેગરોની ધરપકડ પણ કરવામાં આવી છે.


પૂર્વ કચ્છ પોલીસે આમ તો દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર છેલ્લા ત્રણ મહિનાથી કડક કાર્યવાહી કરી છે. બોટાદના ચકચારી લઠ્ઠાકાંડ બાદ આ કાર્યવાહી વધુ કડક બનાવી છે. ગાંધીધામના કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ધમધમતા 13 દેશી દારૂના અડ્ડા ઉપર એલસીબી અને બી-ડિવિઝન પોલીસે તવાઇ બોલાવી છે. દરોડા બાદ 5 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે 8 બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા હતા.


તો બીજી તરફ બોટાદ જિલ્લાના કેમિકલકાંડ બાદ વડોદરા વિસ્તારમાં 3 દિવસમાં દેશી દારૂના 231 કેસ નોંધાયા છે. આ દરમિયામ પોલીસે 94 નાશાબાજોની અટકાયત કરી છે. આ ઉપરાંત 822 લીટર દેશી દારૂ કબજે કરાયો છે.


ગાંધીનગર પોલીસે છેલ્લા પાંચ દિવસમાં 230 રેડ કરીને 2200 લીટર દેશી દારૂ-વોશ જપ્ત કર્યો છે. આ દરમિયાન 90 બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગર ડિવિઝનમાં સૌથી વધુ 70 બૂટલેગરોને ઝડપ્યાં છે. કલોલ ડિવિઝનમાંથી 900 લીટર દેશી દારૂ -વોશ ઝડપાયો છે.