Ahmedabad : અમદાવાદ જિલ્લામાં 2 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા  અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. આ 2 મૃતકોએ  નભોઈ ચોકડી પાસેથી ઝેરી દ્રવ્ય પીધુ હોવાની આશંકા છે, તો બીજી બાજુ મૃતકોએ ઝેરી લઠ્ઠો પિધો હોવાની આશંકા પણ  કરવામાં આવી રહી છે. મૃતકોના મૃતદેહને મૃતકોને  બોટાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. મૃત્યુનું કારણ લઠ્ઠો પિવાથી છે કે અન્ય કોઈ કારણ છે એ મૃતકોના પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ ખુલાસો થશે. હાલ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 


એક વ્યક્તિએ દારૂ પીધાની કરી કબૂલાત 
આ બનાવમાં બોટાદના રોજીદ ગામનો એક વ્યકિત પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાના સમાચાર છે. સારવાર હેઠળ એક વ્યક્તિએ દારૂ પીધો હોવાનું કબુલ કર્યાના પણ સમાચાર છે.  


અમદાવાદમાં પુત્રની ક્રૂર હત્યા કરનાર પિતાની ધરપકડ
અમદાવાદ શહેરમાં માનવ અંગો મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મર્ડર મિસ્ટ્રીના કેસનો પર્દાફાશ કરતા આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે નિલેશ જોશી નામના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે નિવૃત ક્લાસ-2 અધિકારી નિલેશે જ પુત્રની હત્યા કર્યો હોવાનો આરોપ છે. એટલું જ નહી નિલેશે પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. પોલીસે નિલેશે તેના પુત્રની હત્યા ક્યાં કરી અને માથુ અને હાથ ક્યાં નાખ્યા તેની તપાસ શરૂ કરી છે. 


અમદાવાદ પોલીસને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા હતા. માનવ અંગો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્ર સ્વયંની હત્યા કરી ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.તપાસમાં સામે આવ્યું કે,  આરોપી એસ.ટી બસમાં બેસીને સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો  હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે RPFની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને ઝડપી લીધો હતો.