Ahmedabad : અમદવાદમાં સવારની સ્કૂલમાં ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને બાળકોને સ્કૂલે મુકવા આવનાર વાલીઓને સ્કૂલોએ ટકોર કરી છે.  સ્કૂલે વાલીઓને કહ્યું, ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને નહીં, યોગ્ય કપડાં પહેરીને બાળકોને મુકવા આવો. 


યોગ્ય કપડાં પહેરીને આવો
અમદાવાદમાં બાળકોને સ્કૂલે મૂકવા જતા સમયે બાળકો જ નહીં વાલીઓએ 'યોગ્ય કપડાં' પહેરીને આવવા માટે અમુક શાળાઓએ જણાવ્યુ છે. શાળાએ જ્યારે બાળકને મૂકવા જાઓ ત્યારે વાલીઓએ યોગ્ય કપડા પહેરવા પડશે. બાળકોને સ્કૂલે મુકવા જતા વાલીઓ માટે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સ્કૂલ વિદ્યામંદિર છે, યોગ્ય કપડાં પહેરીને આવો - સ્કૂલ  
વાલીઓને શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાલીઓએ નાઇટગાઉન, ચડ્ડા પહેરીને શાળાએ ન જઇ શકે. બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલનું કહેવું છે કે સ્કૂલ વિદ્યામંદિર છે. જેથી શાળા કેમ્પસ પર વાલીઓએ યોગ્ય કપડા પહેરીને આવવું. શાળા એક મંદિર છે જ્યાં નાઇટડ્રેસ અને ચડ્ડા  પહેરીને ન આવી શકાય.


વાલીઓ કપડાંનું ખાસ ધ્યાન રાખે - સ્કૂલ 
કેટલીક સ્કૂલોએ સહમતિથી આ નિર્ણય કર્યો છે. તમારા બાળકને શાળાએ મૂકવા જાઓ છો તો તમારે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ પડશે. જે રીતે બાળક શાળાએ જતા સ્કૂલ યુનિફોર્મ પહેરે છે તે રીતે વાલીઓએ પણ પોતાના કપડાને લઇને ખાસ ધ્યાન રાખવું પડશે.