અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રકોપ થમી નથી રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા વસંતનગર ટાઉનશીપમાં એક પરિવારના 9 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. AMCએ બે દિવસ અગાઉ સમગ્ર વિસ્તાર માં નાકાબંધી કરી હતી. જ્યારે ચાંદલોડિયામાં પણ એક જ પરિવારના પાંચ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે.

ચાંદલોડિયામાં પરિવારના મોભીને કોરોના પોઝિટિવ થતાં અન્ય ચાર લોકો પણ કોરોનામાં સપડાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓમાં 2 પુરુષ એક મહિલા અને બે કિશોરના સમાવેશ થાય છે.

અમદાવાદ શહેર કોરોનાથી સૌથી વધુ ચેપગ્રસ્ત છે. છેલ્લા 24 કલાકમાં 100 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 550 દર્દી થઈ ગયા છે. ગુજરાતના કુલ દર્દીઓ પૈકી 59 ટકા દર્દી અમદાવાદમાં છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે,જ્યારે 21 લોકો સ્વ્સ્થ થયા છે.

કોરોના વાયરસના કારણે બગડી રહેલી સ્થિતિને જોતા અમદાવાદને લોકડાઉનમાંથી રાહત મળે તેવી શક્યતા નહીવત છે. અમદાવાદના મેયર અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર હોવાનું નિવેદન આપી ચૂક્યા છે.