અમદાવાદઃ શહેરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે અને જેના ભાગરૂપે થોડા સમય પહેલા જાહેરમાં થૂંકવા પર 500 રૂપિયાનો દંડ અને પાનના ગલ્લા પાસે થૂંકવાની પ્રવૃત્તિ થાય તો 10 હજાર રૂપિયાનો દંડ જાહેર કરાયો હતો. તેમજ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અનેક પાનના ગલ્લાને સીલ પણ કરી દીધા હતા. જેને પગલે પાનના ગલ્લાવાળાએ દંડથી બચવા સ્વૈચ્છિક રીતે જ ગલ્લા બંધ કરી દીધા હતા. ત્યારે સીલ કરાયેલા પાનના ગલ્લીના સીલ કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવ્યા છે. તેમજ શહેરમાં પાનના વેપારીઓ પાસેથી એકમને મારેલા સીલ ખોલવાના 13,95,000 ની રકમ વસુલવામાં આવી છે.


પાનના ગલ્લાઓ પર 10000 પેનલ્ટી ફટકાર્યા બાદ AMCએ એકમોને મારેલા સીલ ખોલ્યા છે. સૌથી વધુ ઉત્તર ઝોનમાં 3,85,000 ની રકમ સીલ ખોલવા પાછળ વસુલવામાં આવી છે. પૂર્વમાં 2,65,000,પશ્ચિમમાં 3,55,000,દક્ષિણમાં 1,55,000 મધ્યઝોનમાં 95000 ની રિકવરી રકમ વસુલાઈ છે. આ સિવાય માસ્ક ન પહેરતા લોકો પાસેથી 1,45,500ની રકમ વસુલ કરવામાં આવી છે.