અમદાવાદઃ ગુજરાતમાં હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે ગઈ કાલે દશામાનો તહેવાર પૂર્ણ થયો છે. જોકે, હાલ, કોરોના મહામારીને કારણે સરકારે મૂર્તિ પોતાના ઘરે જ વિસર્જન કરવા અપીલ કરી હતી. આ અંગે સરકારે ગાઇડલાઇન પણ બહાર પાડી હતી, પરંતુ લોકો તેને ઘોળીને પી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોર્પોરેશન દ્વારા કોરોનાની મહામારીને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ, જેમાં લોકોને પોતાના ઘરે જ દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. દશામાની મૂર્તિનું વિસર્જન ન થાય તે માટે રિવરફ્ન્ટ પર પતરા લગાવાયા હતા. આમ છતાં, ગુજરાત સરકારની ગાઈડલાઈનને લોકો ધોળી ને પી ગયા હતા અને દશામાની મૂર્તિ વિસર્જન કરવા થયા લોકો એકઠા થયા હતા. જેને કારણે કોરોનાને આમંત્રણ આપવા એકઠા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. વિસર્જન ઘરે જ કરવાનું હોવા છતાં સ્થાનિકોએ જાતે જ મોટો કુંડ બનાવી તેમાં પ્રતિમાને વિસર્જન કરી હતી.
ગુજરાતના અનેક ઘરોમાં દશામા બેસાડવામાં આવ્યા હતા. પરંતુ દશામાના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાને કારણે ભક્તો દશામાના તહેવારને પણ માણી શક્તા નથી. આવામાં અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલ સદર બજાર પાસે દશામાની મૂર્તિઓ રોડની સાઈડ પર જોવા મળી હતી. પોલીસના પોઈન્ટથી 100 મીટર દૂર જોવા મળી.
સરકારની ગાઇડલાઇનને લોકો ઘોળીને પી ગયા, અમદાવાદમાં દશામાની મૂર્તિનું કેવી રીતે કર્યું વિસર્જન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2020 11:43 AM (IST)
આ વર્ષે કોર્પોરેશન દ્વારા કોરોનાની મહામારીને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ, જેમાં લોકોને પોતાના ઘરે જ દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -