Ahmedabad: રાજ્યમાં દિવસે દિવસે દુ્ષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવેલી ઘટનામાં બાપે જ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. વટવામાં 11 વર્ષની દીકરી સાથે પોતાના સગા બાપે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને આ પછી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે વટવા પોલીસે છોકરીની શારીરિક છેડતી અને પૉક્સો કાયદા અંતર્ગત દીકરીના બાપ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.


રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન 


રાજ્યમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે હવે સરકાર એક્શનમાં આવી છે. થોડાક દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે ચેતાવતી આપતું ખાસ નિવેદન આપ્યુ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક જાહેરસભામાં વિદ્યર્મીઓ અને લવજેહાદ મુદ્દે ખાસ ચેતાવણી આપી અને હૂંકાર કર્યો કે, આરોપીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ખેરગામમાં આરોપીનું કાઢવામા આવેલા સરઘસ -વરઘોડા અંગે નિવેદન આપતા કહ્યું કે, આરોપીઓએ આ કાર્યવાહીને ચેતવણી સમજો, આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલુ જ નહીં કાયદાકીય કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી પણ કરાશે. આરોપીઓએ ખેરગામના એક યુવતીને ફસાવી હતી, હિન્દુ નામ ધારણ કરીને બીજે લગ્ન કરાવ્યા હતા, યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર ના હતી કેમ કે યુવતી ગભરાયેલી હતી, જોકે, યુવતીને સમજાવ્યા બાદ તેને પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આરોપી સામે કાર્યવાહી કરાઈ છે.                                                                                                                                                                    


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial