અમદાવાદઃ શહેરના વેજલપુરની યુવતી પરણિત હોવા છતા તેમે અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. યુવતીએ પ્રેમી સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. પતિ સાથે ઝઘડો થતાં આઠ મહિના પહેલા યુવતી વેજલપુર પિયર ખાતે આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન તે પ્રેમીથી ગર્ભવતી હોવાની જાણ થઈ હતી.

જોકે, તે પતિ પાસે પરત જવા માંગતી હોવાથી બાળકીના જન્મ પછી તેણે બાળકીને તરછોડી દીધું હતું. જોકે, બાળકીને તરછોડતા યુવતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોતાની બે દીકરી સાથે નવજાત દીકરીને ત્યજીને યુવતી જતી રહી હતી. જોકે, પોલીસ તપાસમાં યુવતીએ અનૈતિક સંબંધથી બાળકીનો જન્મ થયો હોય અને પતિ સાથે પરત જવું હોવાથી બાળકીનો ત્યાગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીને ત્યજી દેવાના કેસમાં પોલીસે યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.