અમદાવાદ: રાજ્ય તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધ ધોષિત થયેલ છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી.
મોંઘવારીમાંથી મળી થોડી રાહત, જથ્થાબંધ ફુગાવો 12.41 ટકાથી ઘટીને 10.70 ટકા
સપ્ટેમ્બરમાં સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે અને જથ્થાબંધ ભાવ સૂચકાંક નીચે આવ્યો છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર મહિના દર મહિનાના આધાર પર ઘટીને 10.70 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો દર 12.4 ટકા હતો. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 11 ટકાથી વધુ રહેવાનો અંદાજ હતો, જે 10.5 ટકાથી થોડો વધારે થયો છે.
જથ્થાબંધ ફુગાવાના આંકડા થોડા સમય પહેલા આવ્યા છે અને તેમાં ઘટાડો દર્શાવે છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થવાને કારણે આ દર નીચે આવ્યો છે. જથ્થાબંધ મોંઘવારી દર 11 ટકાથી નીચે આવવાથી મોંઘવારીમાંથી થોડી રાહત મળવાના સંકેત સમજી શકાય છે.
સપ્ટેમ્બર 2021માં જથ્થાબંધ મોંઘવારી દર 11.8 ટકા પર આવ્યો હતો અને આ વર્ષે તેનો આંકડો 10.70 ટકા પર આવ્યો છે. જો આ વર્ષે જોવામાં આવે તો મે 2022માં જથ્થાબંધ ફુગાવાનો દર રેકોર્ડ 15.88 ટકાને સ્પર્શ્યો હતો. તે જ સમયે, આ સતત 18મો મહિનો છે જ્યારે સપ્ટેમ્બરમાં 10 ટકાથી વધુ મોંઘવારી દરને કારણે ફુગાવાનો દર બે આંકડામાં છે.