અમદાવાદ: હાલ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં હાલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આજે ‘જનતા કર્ફ્યુ’ છે. જોકે કોરોના વાયરસની આશંકાના પગલે અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસેથી બે વિદેશીઓને પોલીસે ઝપડી પાડ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસે બે વિદેશી યુવકો એટીએમમાં નાણાં ઉપાડતાં જઈ રહ્યા હતા તે સમયે રસ્તા પર પોલીસ બન્ને યુવકોને રોક્યા હતાં અને તેમની પૂછપરછ કરી હતી. તે દરમિયાન માલુમ પડતાં બન્ને યુવકો વિદેશી હોવાથી બન્નેને પોલીસે પકડી પાડ્યા હતાં. કોરોના વાયરસના આશંકાના પગલે આ બન્ને યુવકોની પોલીસે ઝડપી પાડ્યા હતાં.



પોલીસે પકડેલા બન્ને વિદેશી યુવકો અંકુર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં રહેતા હતા જોકે નાણાં ખૂટી પડતાં ઉપાડવા માટે નજીકના એટીએમમાં જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા હતાં.



એરપોર્ટ પર આવતાં સમયે કોરોના વાયરસનું ચેકિંગ કરાવ્યું છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આજે અમદાવાદમાં સન્નાટો જોવા મળી રહ્યો છે અને લોકોએ જનતા કર્ફ્યુને સમર્થન કર્યું હતું.