અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમા ચાલતા હુક્કાબાર પર એક વખત ફરી પોલીસે તવાઈ બોલાવી છે. વસ્ત્રાપુર, ઘાટલોડિયા અને સોલા માં હુક્કાબારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. સોલા વિસ્તારમાં 11, વસ્ત્રાપુરમાં 30 અને ઘાટલોડિયાના 2 હુકાબાર પર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી હતી. પોલીસે 6 ટિમો બનાવી હતી.
ચેકિંગમાં સૌથી વધુ હુક્કાબાર બંધ હાલતમાં મળી આવ્યા હતા. સિંધુભવન રોડ પર આવેલી હાઇપ રેસ્ટોરન્ટ અને ઇમસોમિયા રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી
છે. અગાઉ પણ સેટેલાઇટ અને આનંદનગરમાં હુક્કાબારને સીઝ કરીને રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી.