અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પ્રહલાદનગર, નારોલ, ઘોડાસર, સીટીએમ, વાડજ, વેજલપુર, આનંદનગર , રાણીપ, થલતેજ, નારણપુરા, સોલા રોડ, સાયન્સ સિટી, ઇ્કોન, પકવાન, શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આજે છોટાઉદેપૂરમાં ભારે વરસાદની આગાહી છે. બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિત હળવાથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.


હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી થશે મેઘ મંડાણ. ગુજરાતમાં એક દિવસના વિરામ બાદ  ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 સપ્ટેમ્બર ભારે વરસાદ થઇ શકે છે. 


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું હતું.


બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે 19થી 21 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.










પંચમહાલ જિલ્લામાં ગોધરા, શહેરા ,હાલોલ, ઘોગમ્બા, મોરવા હડફ, કાલોલ, સહિત ગ્રામ્ય વિસ્તાર માં વરસાદે જમાવટ કરી છે. વરસાદના કારણે જીવાદોરી સમાન જળશાયોમાં  નવા નીરની આવક થતાં લોકોમાં ખુશી છવાઇ છે.


અમદાવાદમાં પણ વિરામ બાદ ફરી મેધરાજાની  શહેરમાં પધરામણી થઇ છે. આજે બોપલ, ઘુમા,શેહરના સેટેલાઈટ, જોધપુર , પ્રહલાદનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સાણંદથી અમદાવાદ સુધીના પટ્ટામાં ધીમીધારે વરસાદ વરસ્યો. સાણંદ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ રૂપ બની રહ્યો છે.