Ahmedabad Rain: હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ શહેરમાં હાલ વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી.હાઈવે, પકવાન ચાર રસ્તા, થલતેજ, બોડકદેવ, જજીસ બંગલો, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે  બપોરે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. વરસાદના કારણે જજીસ બંગલો, એસજી હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાવાનું શરૂ થયું છે.


રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ


ગુજરાતમા બીજા રાઉન્ટમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટછવાયો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. જામનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય છુટાછવાયા વરસાદથી લઇને મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે.




રાજ્યમાં આજથી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ


8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.    




અંબાલાલ પટેલે શું કર્યું છે આંકલન


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.  નવા નીરથી નદીઓ તોફાની બનશે..દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial